મહુવા: મહુવામાં જૂના વિવાદે લીધો ઉગ્ર વળાંક: ચાર શખ્સોએ પરિવાર પર કર્યો હુમલો, મોટર સાયકલમાં તોડફોડ
મહુવા શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં જૂના વિવાદને લઈ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ફરીયાદી મુન્નાભાઈ ગોપાલભાઈ ગુજરીયાના જણાવ્યા મુજબ, તેમના પિતા સાંજે મજૂરી કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આરોપીઓએ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં