તળાજા: તળાજા શહેરમાં આજે સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ,
તળાજા શહેરમાં આજે, શુક્રવાર 10 જુલાઈ 2026ના રોજ પીજીવીસીએલ દ્વારા અગત્યની જાળવણી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે સવારે 7:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી 11 કે.વી. આશુતોષ અર્બન અને 11 કે.વી. તળાજા અર્બન ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલ દ્વારા નાગરિકોને અગાઉથી જાણ કરવામાં આવી છે કે કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. વીજ વિભાગે અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને જરૂરી આયોજન