ગોંડલ ધારાસભ્ય પરિવારે અન્નપૂર્ણા માતાજીને 511 કિલો લાડવો અર્પણ કર્યો:માગસર માસ નિમિત્તે ધાર્મિક આસ્થા સાથે વ્રતની ઉજવણી
Gondal City, Rajkot | Dec 3, 2025
ગોંડલમાં પવિત્ર માગસર માસ નિમિત્તે ધાર્મિક આસ્થા સાથે અન્નપૂર્ણા માતાજીના વ્રતની ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવના સાતમા દિવસે, 2 ડિસેમ્બર, મંગળવારના રોજ, એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.ગોંડલના ચોરડી દરવાજા પાસે આવેલા જાગનાથ મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં સ્થિત અન્નપૂર્ણા માતાજીના મંદિરે આ પૂજા યોજાઈ હતી. આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પરિવાર દ્વારા માતાજીને 511 કિલો વજનનો ચૂરમ