ગોધરા: ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી કતલ થાય તે પૂર્વે જ પંચમહાલ પોલીસની ટીમે 10 ગૌવંશને ઉગારી લીધા હતા
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈદની કુરબાની માટે લાવવામાં આવેલા ૧૦ ગૌવંશને પંચમહાલ પોલીસની SOG ટીમે સમયસર બચાવી લીધા. જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ તહેવારો દરમિયાન કડક પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. સાતપુલ વિસ્તારની નદી પાસે ગૌવંશ રાખવામાં આવ્યા હોવાની ખાનગી બાતમી મળતાં SOG ટીમે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કાર્યવાહી દરમિયાન ૧૦ ગૌવંશને હેમખેમ બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. બાદમાં તમામ ગૌવંશને જીવકલ્યાણ પાંજરાપોળ ખાતે