ગોધરા: પંચમહાલ જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે બેંક ઓફ બરોડાની મોટી ભેટ: ₹125 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, બેંક ઓફ બરોડા (BoB) વચ્ચે જિલ્લાના સરકારી કર્મચારીઓના સેલેરી એકાઉન્ટ માટે એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અજય દહિયા અને બેંકના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ આયોજન સંપન્ન થયું હતું.કર્મચારીઓ માટે સુરક્ષા અને સુવિધાનું નવું સોપાનઆ MoU હેઠળ જિલ્લાના સરકારી કર્મચારીઓને બેંક ઓફ બરોડા દ્વારા 'બરોડા સેલેરી પેકેજ' અંતર્ગત વિશેષ