ગોધરા: LCB પોલીસે કાર્યવાહી કરીને પ્રોહી બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલમાં મોકલ્યો
ગોધરા LCB પોલીસે હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામના પ્રોહી બુટલેગર વિષ્ણુકુમાર અરવિંદસિંહ રાઠોડને પાસા ધારા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલ્યો છે. આરોપી વિરૂદ્ધ કાલોલ, દામાવાવ અને પાવાગઢ પોલીસ સ્ટેશનોમાં દારૂ સંબંધિત પાંચ ગુનાઓ નોંધાયેલા હતા. જિલ્લા સ્તરે દારૂના ગુનાઓ પર કાબૂ મેળવવા માટે કરવામાં આવેલી કામગીરી અંતર્ગત LCB દ્વારા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી મેળવી કાર્યવાહી કરવામાં આવી. બાદમાં ગુપ્ત બાતમીના આધારે આરોપીને ઝડપી જે