ગોધરા: LCB પોલીસે ચોરીના ગુનામાં ૫ વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપીને જહુરપુરા શાકમાર્કેટમાંથી ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે LCB સ્ટાફ સક્રિય હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કેતનકુમાર દેવરાજભાઈને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી વોન્ટેડ આરોપી રીતેશભાઈ અનીલભાઈ ચોબે ગોધરાના જહુરપુરા શાકમાર્કેટ પાસે ઊભો છે.આ બાતમીના આધારે એલસીબી ટીમે જહુરપુરા શાકમાર્કેટમાં વોચ ગોઠવી આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.આરોપીને આગળ