ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મહિલા પર હુમલો કરાયાની ઘટના બની હતી. ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા મહિલાના જમાઈ, બનાવી અને પુત્ર સાથે કેટલાક શખ્સો માથાકૂટ કરતા હોય, જે અંગે મહિલા દ્વારા તેઓને કહેવા આવતા 3 શખ્સો દ્વારા મહિલા પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જે બનાવ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.