ગોધરા: દુલ્હન બનેલ બહેન પીઠ્ઠી લગાવી જેલમાં બંધ ભાઇની મુલાકાત માટે આવી હતી,સંબંધોની લાગણી અને માનવીય સંવેદનાનું દૃશ્ય જોવા મળ્ય
ગોધરા સબ જેલમાં એક હૃદયસ્પર્શી ઘટના જોવા મળી, જ્યાં હત્યાના આરોપમાં બંધ ધમેન્દ્રસિંહ પરમાર પોતાની બહેનના લગ્નમાં હાજર રહી શક્યા નહોતા. પોલીસ જાપ્તાના ખર્ચના અભાવે તેઓ જામીન પર છૂટી શક્યા નહીં. અંતે, દુલ્હન બનેલી બહેન માતા સાથે જેલે પહોંચી ભાઈને મળવા આવી. જેલ અધિક્ષકે માનવતા દાખવી ખાસ મુલાકાતની મંજૂરી આપી. બહેન-ભાઈની આ ભાવુક મુલાકાતમાં બંનેની આંખોમાં આંસુ જોવા મળ્યા. ભાઈએ બહેનને આશીર્વાદ આપ્યા, જે ઘટના સંબંધોની મજબૂતી અને માનવતાનો સંદેશ આપે છે.