ગોધરા: ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાણી મસ્જિદ નજીક રહેણાંક મકાનમાં આગ, કોઈ જાનહાનિ નહીં
ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં રાણી મસ્જિદ નજીક આવેલ એક રહેણાંક મકાનના ત્રીજા માળે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે પોલન બજાર અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.જણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણ