એના ગામે નવ મહિનાનું દીપડાનું બચ્ચું મરઘાના મારણની લાલચે પાંજરામાં પુરાયું. ગામના વિજયભાઈ હળપતિના મરઘાનું શિકાર કરતા ત્રણ દીપડાના બચ્ચાં અંગે જાણ થતાં ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ અને વન વિભાગે ગોટીયા ફળિયામાં પાંજરું ગોઠવ્યું હતું. રાખેલા મારણ પાસે બે દિવસથી આવતાં દીપડાનું એક બચ્ચું ગઈ રાત્રે પાંજરામાં સમાઈ ગયું. માહિતી મળતાં જ ટ્રસ્ટના જતીન રાઠોડ, પિયુષભાઈ હળપતિ અને વન કર્મચારીઓએ સ્થળ પર પહોંચી દીપડાને કબજામાં લઈ સામાજિક વનીકરણ રેંજ ઓફિ