રાજુલા માર્કેટયાર્ડ સર્કલ પાસે આવેલી હુસેનઅલી અમીરીની દુકાનમાં અજાણ્યો શખ્સ સોનાના હારના નામે ખોટો હાર બતાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ગયો. પછી બે સોનાની કડીઓ આપી ગયો અને પોતાના ખોટા હારને સોનાનો હોવાનું કહી ફરીયાદી પાસેથી રૂ. ૪ લાખ રોકડ ઉઠાવી ગયો. વિશ્વાસઘાત અને છેતરપિંડી બદલ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.