અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા શખ્સે LCB કચેરી ખાતે કોન્સર્ટના પાસ મેળવવા માટે પોતાની ઓળખ હાઇકોર્ટના જજના જમાઈ તરીકે આપી હતી. ગિફ્ટ સીટીમાં આયોજિત જાણીતા ગાયક કલાકાર સોનુ નિગમના લાઈવ કોન્સર્ટના પાસ મેળવવા માટે આવું કર્યું હતું.. મફતમાં પાસ લેવા માટે ઈસમે જજના જમાઈ તરીકે આપી. ત્યારબાદ તપાસ કરતા શખ્સનો ભાંડો ફૂટ્યો..