પલસાણા: બલેશ્વર સંસ્કાર વિદ્યા સંકુલ સામે ટેમ્પો-રિક્ષા અકસ્માત : એકનું મોત, બેની હાલત નાજુક, ટેમ્પો ચાલક ફરાર
બલેશ્વર ગામની સીમમાં આવેલ સંરકાર સ્કુલની સામે મુંબઇ થી અમદાવાદ જતા નેશનલ હાઇવે નંબર 48 રોડ ઉપર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રીક્ષા નબર. GJ 23 AV 9612 ને ટકર મારતા રીક્ષામાં બેઠેલા સૌરવ નરેશ ઠાકોર, જીતેન્દ્ર સોદાગર ઠાકોર, નિતીશ કપીલ શર્મા, કિરીટભાઈ કાળુભાઈ હરીજન, શનીકુમાર મનોજભાઈ ઠાકોર, નાઓને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.