વટવા: નરોડા બેઠક વિસ્તારમાં એસેન્ટ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
નરોડા બેઠક વિસ્તારમાં એસેન્ટ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત અમદાવાદના નરોડા બેઠક વિસ્તારમાં 21 તારીખના મોડીરાત્રે 1 વાગ્યાની આસપાસ એસેન્ટ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના પાછળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.