વલસાડની કાળરાત્રિ બાદ વહી શ્રદ્ધાની સરવાણી: પૂરગ્રસ્તોના આંસુ લૂછવા પત્રકારોના પત્નીઓનું 'સહેલી ગ્રુપ' બન્યું તારણહાર
તારાજી વચ્ચે માતૃત્વનો સ્પર્શ: સર્વસ્વ ગુમાવી ચૂકેલા પરિવારોના ઘા પર મલમ લગાવતું પત્રકાર પરિવારનું 'સહેલી ગ્રુપ'
વલસાડના રહીશો માટે ૩૧ જુલાઈની એ ભયાવહ કાળરાત્રિ કદાચ જ કોઈ ભૂલી શકશે, જ્યારે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને ઔરંગા નદીના ગાંડાતૂર પ્રવાહે અનેક હસતા-રમતા પરિવારોને રડતા કરી દીધા હતા. હનુમાન ભાગડા, ભાગડાવાડા, શેઠિયા નગર, કૈલાશ રોડ અને ગોડીબાર સહિતના વિસ્તારોમાં જોતજોતામાં લોકોના આશિયાના અને જીવનભરની કમાણી કાદવ-પાણીમાં ગરકાવ થઈ ગઈ; અમીર હોય કે ગરીબ, સૌની આંખોમાં માત્ર લાચારી અને વેદના તરી રહી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના જે હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા, તે કોઈનું પણ કાળજું કંપાવી દે તેવા હતા. પરંતુ, મુશ્કેલીની આ કારમી ઘડીમાં આ ખમીરવંતા વલસાડના ઘા પર મલમ લગાવવા વહીવટી તંત્રની સાથે માનવતાનો અવિ�
Valsad, Valsad | Jul 29, 2026