ગોધરા: મિશન લાઈફ' અભિયાનના લોન્ચીંગ પૂર્વે ગોધરા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ પર્યાવરણ સુરક્ષા અને જાળવણી માટેના વૈશ્વિક અભિયાન 'Mission LiFE' (Lifestyle for Environment) ના જિલ્લા કક્ષાના લોન્ચીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગોધરાના ભુરાવાવ સ્થિત સ્વામી નારાયણ મંદિરના સભાગૃહ હોલ ખાતે યોજાશે. કાર્યક્રમના સફળ આયોજન માટે અધિક જિલ્લા કલેકટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ પૂર્વેની તૈયારીઓની સમીક્ષા માટે આજ રોજ કલેકટર કચેરી ખાતે ખાસ બેઠકનું