વાલિયા: વાલિયા તાલુકાના 18 ગામ લિગ્નાઇટ પ્રોજેકટના વિરોધમાં નીકળેલ પદયાત્રા વાલિયા ખાતે આવી પહોંચતા આગેવાનોએ સ્વાગત કર્યું
Valia, Bharuch | Nov 3, 2025 ઝઘડિયા ખાતેથી લિગ્નાઇટ પ્રોજેક્ટ પદયાત્રાની નિલેશ વસાવા સહિતના આગેવાનો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પદયાત્રા આજે સાંજે વાલિયા ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા પાસે આજે બપોરના અરસામાં આવી પહોંચી હતી.જે પદયાત્રાનું સ્વાગત તાલુકાના આગેવાનોએ કર્યું હતું.અને આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને ત્યાંથી પદયાત્રા આગળ જવા રવાના થઈ હતી.