ગોધરા: જહુરપુરા વિસ્તારના રહેણાંક મકાનમાંથી ઝડપાયેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થતા મહિલા સામે ગુનો નોંધાયો
ગોધરા શહેરના જહુરપુરા વિસ્તારમાં ગૌરક્ષક સ્ક્વોડ અને બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 312 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો કબજે કર્યો હતો. તપાસ માટે મોકલાયેલા નમૂનામાં તે ગૌમાંસ હોવાનું પુરવાર થયું છે. પોલીસે સ્થળ પરથી સાધનો અને મોબાઈલ સાથે કુલ રૂ. 63,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી મહિલા રાબિયાબસરી અબ્દુલ સત્તાર પોલા સ્થળ પર મળી આવી ન હતી. ઘટનાને લઈને તેના વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી