ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસે સાતપુલ કુમારશાળા પાસેથી ગૌમાંસ સાથે સેન્ટ્રો કાર કબજે કરી, કારમાં સવાર ઇસમો નાસી છૂટ્યા
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સાતપુલ પાસે શંકાસ્પદ સેન્ટ્રો કારનો પીછો કર્યો હતો. કારચાલક ગાડી છોડી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન કારમાંથી આશરે 242 કિલો માંસ અને જાનવરનું માથું મળ્યું. વેટરનરી તપાસ અને એફએસએલ રિપોર્ટ મુજબ માંસ ગૌવંશનું હોવાનું સામે આવ્યું. પોલીસે અંદાજે રૂ. 98,400નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.