જેતપુર: સરદાર પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી 40 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનીંગ અસર થઇ
Jetpur, Rajkot | Jan 25, 2024 જેતપુર શહેરમાં આવેલ સરદાર પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી 40 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનીંગ અસર થતા સંચાલકો દ્વારા હોસ્ટેલમાં જ ખાનગી ડોક્ટરને બોલાવી સારવાર કરાવવામાં આવી હતી જોકે હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે