MISSION SMILE કાર્યક્રમ અંતર્ગત ડુંગર પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ) અંગે સરળ અને સમજણભરી રીતે માહિતી આપવામાં આવી. આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા બાળકોમાં સુરક્ષા પ્રત્યે સજાગતા અને આત્મવિશ્વાસ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.