ભુજ: ભુજ-કુકમા બાયપાસ પર ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત : યુવાનનું કરુણ મોત
Bhuj, Kutch | May 8, 2026 ભુજ નજીક કુકમા બાયપાસ માર્ગ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મધર ડેરીનો ટેમ્પો અને બાઈક વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પો બાઈક ચાલક પર પલટી મારી ગયો હતો.આ અકસ્માતમાં બાઈક ચાલક રાજેશગીરી મોહનગીરી ગોસ્વામીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બનતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા