તારાપુર: તારાપુર ખાખસર ગામે સન પેટ્રોકેમીકલના હેલ્પરને ડીઝલ ચોરીની શંકાએ માર મારતાં ફરિયાદ
Tarapur, Anand | Apr 2, 2026 ખંભાત તાલુકાના મીત્તલી ગામે રહેતો મહેન્દ્રકુમાર હીરાભાઈ મકવાણા સન પેટ્રોકેમીકલ કંપનીમાં ખાખસર વેલ-જે-5 ખાતે હેલ્પર તરીકે ફરજ બજાવે છે. તે પોતાની ફરજ પર હાજર હતો ત્યારે કંપનીનો કર્મચારી કુશસિંહ આવી પહોંચ્યો હતો અને ડીઝલ ચોરી કરી હોવાનો શક વહેમ રાખીને ગમે તેવી ગાળો બોલીને કાનના ભાગે તેમજ બોચીના ભાગે ઝાપોટો મારી હતી. આ ઉપરાંત જીંદગી બગાડી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.