ખંભાત: તરકપુર ખાતે ખેડૂત સંમેલન યોજાયું, મામલતદારના હસ્તે 1.89 કરોડ રૂપિયા ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરાયા.
Khambhat, Anand | Sep 20, 2025 તરકપુર ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું. જે દરમ્યાન ખેડૂતોને SBIની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને વીમા યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉપરાંત, ખંભાત સાયબર ક્રાઇમ વિભાગના સાગરભાઈ ગોસ્વામીએ વધતા સાયબર ગુનાઓ અંગે માહિતી આપી અને સાયબર ક્રાઇમથી બચવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન મીતલી અને તરકપુર ગામના ખેડૂતોને કુલ ૧ કરોડ ૮૯ લાખ રૂપિયાના ધિરાણ મંજૂરીપત્રો અર્પણ કરાયા હતા.મામલતદાર જે. એચ. વાંક સહીત અધિકારીઓ હાજર રહ્યા.