અમદાવાદ શહેર: અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા, શૈક્ષણિક સંસ્થા ગુજરાત યુનિવર્સિટીમાં મંત્રી ઋષિકેશ પટેલને મળી દારૂની બોટલ
અમદાવાદમાં ફરી એકવાર દારૂબંધીના લીરેલીરા ઊડ્યાં. દારૂબંધી વચ્ચે શૈક્ષણિક સંસ્થામાં મંત્રીના હાથે દારૂની બોટલ લાગી.. ગુજરાત યુનિવર્સિટીમાં સફાઇ કરતા ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી. જે બાદ ધીમેથી મંત્રીએ આ દારૂની ખાલી બોટલ કુલપતિને આપી અને કુલપતિએ દારૂની ખાલી બોટલને મીડિયાથી છુપાવી કચરાપેટીમાં નાખી દીધી. જેનો વીડિયો ગુરુવારે 2 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણે કરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.