ગોધરા: ટુવા નજીકના હરપ્રીત ઢાબા પર શ્રમ વિભાગના દરોડા: ૪ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવાયા, માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
ગોધરા-અમદાવાદ હાઇવે પર ટુવા નજીક 'હરપ્રીત ઢાબા' પર શ્રમ વિભાગ અને બાળ સુરક્ષા એકમની ટીમે સંયુક્ત દરોડા પાડી બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. ગત ૫ જૂનના રોજ કરાયેલી આ રેઇડ દરમિયાન હોટેલ વેઇટર તરીકે મજૂરી કરતા ૧૫ થી ૧૭ વર્ષના ૪ તરૂણો મળી આવ્યા હતા, જેમને દૈનિક માત્ર ₹૩૦૦ થી ₹૩૫૦નું નજીવું વેતન આપી કાળી મજૂરી કરાવાતી હતી.આ મામલે તંત્ર દ્વારા ઢાબાના માલિક ગુરૂનામ સિંધ સૈની વિરુદ્ધ બાળ અને તરૂણ શ્રમ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવ