મહુધા: વડથલમાં મનરેગાના નાણાં શ્રમિકોના બદલે શ્રીમંતોના ખાતામાં જમા થયા. ગ્રામસભા દરમ્યાન ભાંડો ફૂટ્યો તપાસની માંગ
Mahudha, Kheda | Sep 23, 2025 મહુધા તાલુકાના વડથલમાં મનરેગા યોજનામાં સ્મશાનમાં માટી કામ માટે શ્રીમંત ખેડૂતોનાં ખાતામાં મજૂરીના પૈસા ઉધારવામાં આવતાં ગામમાં યોજાયેલ ગ્રામસભા દરમ્યાન ભાંડો ફૂટતાં યોજનાના લાભથી જરૂરિયાતમંદ લાભાર્થીઓ બાકાત રહી ગયાં હોય તેવો ઘાટ સર્જાયો છે. મહુધા તાલુકામાં ચાલતાં મનરેગા યોજનાં અંતર્ગતનાં કામો શંકાના ઘેરામાં આવ્યાં છે.વડથલ ખાતે મનરેગા યોજના અંતર્ગત ગામનાં સ્મશાનમાં માટી પુરાણની ગત મે માસમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.