તળાજા: તળાજા એસ.ટી. બસના ડ્રાઈવરની ઈમાનદારીની સુવાસ!
ભાવનગરથી તળાજા તરફ આવતી એસ.ટી. બસના ડ્રાઈવર પૃથ્વીસિંહ ગોહિલે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તળાજા એસ.ટી. ડેપોના ડ્રાઈવર પૃથ્વીસિંહ ગોહિલ ભાવનગરથી બસ લઈને આવી રહ્યા હતા, ત્યારે અધેવાડા ઢાળ પાસે તેમની નજર રસ્તા પર પડેલા મોબાઈલ ફોન પર પડી હતી. તેમણે બસને સાઈડમાં ઊભી રાખી મોબાઈલ ફોન મેળવી તપાસ કરતાં તે હરેશભાઈ ખુમાણભાઈનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મોબાઈલના માલિકને એક કલાક પછી તળાજા એસ.ટી. ડેપો ખાતે આવવા માટે જા