ગોધરા: પંચમહાલ જિલ્લાના હડફ ડેમનો ૧ દરવાજો ખોલાયો, નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્રની અપીલ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલા હડફ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા ડેમનો ૧ દરવાજો ૦.૫ ફૂટ ખોલીને હડફ નદીમાં ૬૨૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આથી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી જિલ્લા તંત્ર દ્વારા નદી કાંઠાના તથા નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તંત્રએ ગ્રામજનો અને પશુપાલકોને નદી કાંઠે જવાનું ટાળવા તથા પૂરતી સાવચેતી રાખવા અપીલ કરી છે.