દાહોદ: બાંધકામ શ્રમિકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાવવા શહેરની ચાકલીયા ચોકડી ખાતે કેમ્પનું આયોજન કરાયું
Dohad, Dahod | Jul 5, 2025 ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, દાહોદ દ્વારા ચાકલીયા કડીયાનાકા, દાહોદ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કચેરીના પ્રોજેક્ટ મેનેજર હરિશચંદ્ર એસ.ડામોર દ્વારા બાંધકામ શ્રમિકોને પેમ્પ્લેટ વિતરણ કરીને માહિતી આપવામાં આવી કે ૧૮ થી ૫૦ વર્ષના બાંધકામ શ્રમિકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૨ લાખનો વીમો મળવા પાત્ર થાય છે.