ગોધરા: નગરપાલિકાની ચૂંટણી: વોર્ડ નં. 9 માંથી પતિ-પત્ની બંને મેદાનમાં, ઉમેદવારી ફોર્મ ભર્યું.
ગોધરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. શહેરના વોર્ડ નંબર 9 માંથી એક જ પરિવારના બે સભ્યોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ગોધરા નગરપાલિકાના પૂર્વ સદસ્ય યાકુબ બક્કર તપેલી અને તેમના પત્ની શરીફાબેને આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે.આજે ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન યાકુબ બક્કર તપેલીએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. તેમણે સામાન્ય બેઠક પરથી ફોર્મ ભર્યું છે, જ્યારે તેમના પત્ની શરીફાબેન યાકુબ