ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી મુલાકાત યોજાઈ. રાજ્યપાલશ્રીએ ગામની ગ્રામ્ય સંસ્કૃતિને નજીકથી માણી અને ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામજનો સાથે સ્વચ્છતા,વૃક્ષારોપણ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી જેવા મહત્વપૂર્ણ વિષયો પર સંવાદ કર્યો.દેથલી ગામના ચોક અને ગ્રામ પંચાયત ખાતે રાજ્યપાલશ્રીએ જાતે ઝાડું લઈ સફાઈ કરી “સ્વચ્છ ભારત”નો સંદેશ આપ્યો. તેમણે ગ્રામજનો અને યુવાનોને સપ્તાહમાં એક દિવસ સ્વચ્છતા માટે સમર્પિત સંદેશ