ભાવનગર શહેર: કુંભારવાડા લાલ કારખાના થી ઘોઘા રોડ મોટા શીતળા માતાજીના મંદિર સુધી ભવ્ય ધૂન યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ડીજે સાથે ભવ્ય ધૂન યોજાઈ, કુંભારવાડા મોટા શીતળા માતાજી મંદિર ઘોઘા રોડ સુધી ભવ્ય ધૂન યોજાઈ હતી. જેમાં ડીજે સાથે માતાજીના ગુણગાન ગાઈ લોકો દ્વારા દાંડિયા રાસ લીધા હતા. ધૂનમાં જોડાયેલા ભાવિક ભક્તો ભાઈઓ બહેનોનું ઠેર ઠેર પ્રસાદી સાથે સ્વાગત કરાયું હતું. લોકો ધૂનમાં જોડાઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.