ગોધરા: તાલુકાના એકસઠ પાટિયા પાસે બાઈક અકસ્માતમાં યુવકનું મૃત્યુ , જ્યારે ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.
ગોધરા તાલુકાના એકસઠ પાટિયા નજીક બાઈક અકસ્માતમાં એક યુવકનું મોત અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોટી કાંટડીના હરેશકુમાર પરમાર અને વિશાલભાઈ રાઠોડ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડમાં વળતા સામેથી આવતી બાઈક સાથે ટક્કર થઈ હતી. ચારેય લોકો રોડ પર પટકાયા હતા. વિશાલભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા રીફર કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. કાંકણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ ક