ગોધરા: શહેરના ઈદગાહ મહોલ્લામાં પોલીસનો દરોડો; ૧૬૫ કિલો ગૌ-માંસ અને વાહનો સહિત ₹૯૯,૩૭૦નો મુદ્દામાલ જપ્ત
ગોધરા શહેરના ઈદગાહ મહોલ્લામાં બી-ડિવિઝન પોલીસે ગેરકાયદેસર ગૌ-માંસ વેચાણ વિરુદ્ધ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી. બાતમીના આધારે કરાયેલા રેડમાં ૧૬૫ કિલો ગૌ-માંસ, બે મોટરસાયકલ અને અન્ય સાધનો સહિત કુલ ₹૯૯,૩૭૦નો મુદ્દામાલ જપ્ત થયો. પોલીસે મકસુદા શોકત હોકલા, શોકત મહમદ હોકલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો. દરોડા દરમિયાન એક મહિલા આરોપી ઝડપાઈ, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા. તમામ સામે સંબંધિત પશુ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ.