ગુજરાતમાં દારૂબંધી છે, એ વાત તો આખી દુનિયા જાણે છે. પરંતુ, આજે વિચારવા જેવી સૌથી મોટી વાત તો એ છે કે, વલસાડ સીટી જેવા ધમધમતા વિસ્તારમાં આટલો બધો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી? અને એ પણ કોઈ ખુલ્લા મેદાનમાં નહીં, પણ છેક એક રહેણાંક ફ્લેટના રસોડા સુધી પહોંચી ગયો! છતાં પણ આપણી બાહોશ પોલીસને તેની ગંધ સુધ્ધાં કેવી રીતે ન આવી?
બાતમીના આધારે વલસાડ સીટી પોલીસે ધનભુરા રોડ પર આવેલા દિલબર એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી.
અહીંના ફ્લેટ નંબર ૧૦૧ ના રસોડામાંથી દારૂના ૨૬ જેટલા મોટા બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વ્હિસ્કી અને બીયરની કુલ ૧૧૦૪ બાટલીઓ મળી આવી છે, જે કુલ ૨૪૪.૮ લિટર જેટલો દારૂ થાય છેપકડાયેલા દારૂની કિંમત ૨,૯૧,૯૩૬ રૂપિયા આંકવામાં આવી છે.
પોલીસે આ કેસમાં ૩૫ વર્ષીય મહિલા ઇસરતની ધરપકડ કરી છે, જે આ જ ફ્લેટમાં રહેતી હતી. નવાઈની વાત એ છે કે આ મહિલા અગાઉ ભરૂચમાં પણ દારૂના ગુનામાં પકડાઈ ચૂકી છે અને તેનો ગુનાહિત ઇતિહાસ �
Valsad, Valsad | Sep 16, 2026