ખંભાત: ખાતેદારોના નાણાં સરકારી દફ્તરે જમા ન કરાવી ઉચાપતના કેસમાં પાંદડના બ્રાન્ચ પોસ્ટ માસ્તરને 1 વર્ષની કેદ અને 5 હજારનો દંડ.
Khambhat, Anand | Sep 16, 2025 ખંભાત તાલુકાના પાંદડ ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ દરમ્યાન ખાતેદારોના નાણાં સરકારી દફ્તરે જમા ન કરાવીને રૂ. 17,650 ઉંચાપતની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે દાખલ કરાઈ હતી.ચાર્જશીટ રજૂ થયા બાદ કોર્ટમાં કેસ ચાલતા ન્યાયાધીશ બી. એચ. ઓડેદરાએ પોસ્ટ માસ્તર સુરેશભાઇ શંકરભાઈ ડામોર (રહે. સુરપુર, મુછાર ફળીયુ, તા. લીમખેડા)ને 1 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો.મુદામાલની રોકડ રકમ રૂ.17, 650 અપીલ સમય બાદ ફરિયાદીને પરત ચૂકવી આપવાનો હુકમ કર્યો