તારાપુર: તારાપુરના મહિયારી ગામનો શખ્સ ચોરીની બે એક્ટિવા સાથે ઝડપાયો.
Tarapur, Anand | Apr 4, 2026 સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ શાખાની મદદ લીધી હતી.આ તપાસ દરમિયાન પો.કો. તીર્થરાજસિંહ તથા રૂદ્રપાલસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ બે વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીના બે એક્ટિવા વાહન સાથે તારાપુરના મહિયારીના મોટાભાગ ખાતે રહેતા રામદેવસિંહ લાલુભા ચૌહાણને ઝડપી પાડ્યો હતો.એક 63,000/- અને બીજી 35,000/- કિંમતની બે એક્ટિવા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.