ભુજ: 20 મેથી ભુજ-મુંબઈ વચ્ચે સ્ટાર એર ની નવી ફ્લાઇટ સેવા શરૂ થશે
Bhuj, Kutch | May 9, 2026 ભુજ અને મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરી વધુ સુલભ બનવા જઈ રહી છે. સ્ટાર એર દ્વારા આગામી 20 મેથી નવી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. ફ્લાઇટ મુંબઈથી બપોરે 12:40 કલાકે ઉડાન ભરી ભુજ પહોંચશે, જ્યારે ભુજથી સાંજે 5:50 કલાકે મુંબઈ માટે રવાના થશે. આ નવી કનેક્ટિવિટીના કારણે કચ્છના ઉદ્યોગ, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.