ઠાસરા: દલીત સમાજની લાગણી દુભાય તેવા શબ્દો મંત્રી રૂપાલા દ્વારા ઉચ્ચારતા ઠાસરા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું
Thasra, Kheda | Apr 4, 2024 આજરોજ ઠાસરા ગળતેશ્વર કપડવંજ તાલુકાના દલિત સમાજના આગેવાનો ભેગા મળી અને ગોંડલ ખાતેના જાહેર કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા અપમાનજનક શબ્દો માનનીય મંત્રી સાહેબ રૂપાલા સાહેબે શબ્દો ઉચ્ચારેલ જેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા અંગે દલિત સમાજના આગેવાનો દ્વારા માનનીય ઠાસરા પ્રાંત કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપેલ છે.જેમાં કાયદાના દજ્જામાં રહીને આવેદનપત્ર આપવામાં આવ્યુ.