ગોધરા: પિંગળી રેલવે ફાટક નં. 33 એક મહિના માટે બંધ, રહેશે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો
કાલોલ તાલુકામાં ડેરોલ સ્ટેશન પાસે આવેલા પિંગળી રેલ્વે ક્રોસિંગ એલ.સી. 33 પર હાલમાં રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં હોવાથી અને જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આ ફાટક આગામી એક માસ માટે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટર જે.જે. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ તારીખ 1 એપ્રિલ થી 1 મે એક માસ સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનવ્ય