દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી આજે દિયોદર કોર્ટ સંકુલમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં હરદેવભાઈ જોષી પ્રમુખ તરીકે અને કે.વી. બારોટ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.ચૂંટણી પ્રસ્તાવ મુજબ હાથ ધરાયેલી કાર્યવાહીમાં ખજાનચી પદે એન.ડી. કચ્છવાને બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે પી.પી. ગોસાઈની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.આ પ્રસંગે દિયોદર બાર એસોસિએશનના સિનિયર અને જુનિયર સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવી સન્માન કરાયું હતુ