ખંભાત: ખંભાત માર્કેટયાર્ડમાં શ્રીરામ ડાંગરની સૌથી ઊંચી બોલી બોલાઈ.
ખંભાત બજાર સમિતિમાં ડાંગરની આવક મોટા પાયે થઈ રહી છે. વિવિધ જાતની ડાંગરના પડેલા ભાવમાં સૌથી વધુ ભાવ શ્રીરામનો પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો ગુજરીનો ભાવ પડ્યો હતો.આજે ખંભાત માર્કેટયાર્ડમાં ડાંગરની હરાજીમાં શ્રીરામ ડાંગરની સૌથી ઊંચી બોલી બોલાઈ હતી. જેમાં શ્રી રામ ડાંગરના 20 કિલોના 444થી 611 બોલી બોલાઈ હતી.જ્યારે સૌથી ઓછી બોલી ગુજરીની બોલાઈ હતી.જેનો 300 થી 377 ભાવ પડ્યો હતો.ડાંગર-13નો 300થી 446, ગુજરાત 17નો 370થી 507નો ભાવ પડ્યો હતો.