અમદાવાદ શહેર: જુહાપુરા વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની ઘટના બની
જુહાપુરા વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની ઘટના બની અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડા પાસે 4 તારીખના 5.30 વાગ્યાની આસપાસ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સજાગ લોકો દ્વારા કારમાં બેઠેલા તમામ લોકોને સમયસર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો