ભાવનગર શહેર: પ્રોહીબેશનના ગુનામાં પકડવાના બાકી આરોપીને પેરોલ ફ્લો સ્કવોર્ડ ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ધ્રુપકા ગામના ગેગડીયું વાડી વિસ્તારમાં ગત તા. ૨૩/૦૬/૨૦૨૫ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા કરવામાં આવેલી રેઇડ કરી દિલીપભાઈ સુખાભાઈ ગોહેલ નામના શખ્સને રૂ. ૩,૭૯,૮૯૬ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૪૦૪ બોટલો અને ૧૬૮ બિયર ટીન સાથે ઝડપી લીધો હતો, આ દારૂનો જથ્થો અમદાવાદના રાકેશભાઈ અને તેના એક અજાણ્યા મિત્ર દ્વારા સફેદ ફોર વ્હીલર ગાડીમાં વેચાણ માટે પહોંચાડવામાં આવ્યો હતો,જે પકડવાના બાકી આરોપી રાકેશ રમેશભાઈ મકવાણા ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી.