ગોધરા: પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી
પંચમહાલ જિલ્લાના ગદુકપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. પ્રસંગે પક્ષના ઇતિહાસ, વિચારધારા અને સંગઠન વિકાસ અંગે ચર્ચા કરી કાર્યકરોને પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમ બાદ ધ્વજવંદન કરવામાં આવ્યું અને આગેવાનો દ્વારા પક્ષને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.