ભાવનગર શહેર: બોર તળાવ વિસ્તારમાંથી SOG ટીમે 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી
Bhavnagar City, Bhavnagar | May 8, 2026
ભાવનગર શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં ભાવનગર SOG ને મોટી સફળતા મળી છે. બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાંથી 5 શંકાસ્પદ મહિલાઓને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજો અને મોબાઈલ નંબર મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.