ગોધરા: ગોધરા તાલુકાના અછાલા ગામે રહેતી યુવતી ઘરે જાણ કર્યા વિના ક્યાંક ચાલી જઈને ગુમ થતા જાણવાજોગ નોંધાવા પામી છે.
ગોધરા તાલુકાના અછાલા ગામે રહેતી 20 વર્ષની યુવતી 16 માર્ચે મોડીસાંજે ઘરે કોઈને જાણ કર્યા વગર ગુમ થઈ ગઈ. યુવતીના પિતા અરવિંદભાઈ મડકાભાઈ પટેલે ઘણી શોધખોળ કર્યા બાદ પણ કોઈ માહિતી ન મળતાં ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી છે. યુવતી અચાનક ક્યાંક ચાલી જતાં પરિવાર ચિંતિત છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.