લીંબડી: લીંબડી ના જનશાળી ગામે મુખ્ય ચોક માં બજારમાં જાહેરમાં ટોળુ વળી ગંજીપતાનો પૈસા ની હારજીત નો જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા
લીંબડી ડીવાયએસપી વી એમ રબારી તથા ટીમે લીંબડી તાલુકાના જનશાળી ગામે જુગાર નો દરોડો પાડ્યો હતો અને જુગાર રમી રહેલા અરજણ રામસંગ મકવાણા, લખમણ સવજી ઝાંપડીયા, જગદિશ પ્રભુભાઇ મકવાણા, અશોક અજમલભાઇ મેર, ભઇલાલ કેશાભાઇ રાઠોડ, વજુભાઈ કાળુભાઈ રાઠોડ, ઘનશ્યામ લખુભાઇ રાઠોડ, જીતેન્દ્ર શંકરભાઈ સોલંકી, ચંદુ મેરૂભાઇ મોરી ને ઝડપી પાડી મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.